જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી
પોતાના ભાષણમાં અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. અમિત શાહે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેમણે જો કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આવીને દલીલ કરો. નહીં તો ઈટાલિયન ભાષામાં પણ તેનો હું અનુવાદ કરાવી આપું.
જોધપુર: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અને નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન (NRC) ને લઈને ભાજપ દેશભરમાં જનજાગરણ સભાઓનું આયોજન કરી રહી છે. આ જ સંદર્ભે આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જોધપુર પહોંચ્યાં અને ત્યાં અભિનંદન સમારોહને સંબોધન કર્યું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ નાગરિકતા છીનવવાનો કાયદો નહીં પરંતુ આપવાનો કાયદો છે. શાહે પાકિસ્તાનના વિસ્થાપિતોને આશ્વાસન આપીને કહ્યું કે વિપક્ષ ગમે તેટલી ભ્રમણા ફેલાવે પણ ભાજપ CAA મામલે એક ઈંચ પણ પીછેહટ કરશે નહીં. પાકિસ્તાનમાં લઘુમતીઓ 20 ટકાથી ઘટીને 3 ટકા થઈ ગયા છે.
અમિત શાહે કહ્યું કે ફક્ત મોદી સરકારે જ શરણાર્થીઓની ચિંતા કરી. હવે શરણાર્થીઓના સારા દિવસ આવ્યાં છે. મહાત્મા ગાંધીજી અને નહેરુ પણ તેમને નાગરિકતા આપવાના પક્ષમાં હતાં. પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે સવાલ કર્યો કે શું મહાત્મા ગાંધી સાંપ્રદાયિક હતાં?નાગરિકતા કાયદાનો સતત વિરોધ કરતી કોંગ્રેસને આડે હાથ લેતા શાહે કહ્યું કે કોંગ્રેસને વોટબેંકનું રાજકારણ રમવાની આદત પડી ગઈ છે. આથી કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દુષ્પ્રચાર કરી રહી છે. આથી તેમને રોકવા માટે અમે જનતા વચ્ચે જવાનો નિર્ણય લીધો છે.
શિવસેનાએ સામનામાં ઉઠાવ્યા સવાલ, 'કાશ્મીરમાં બધુ ઠીક નથી, જવાનોનું લોહી વહી રહ્યું છે'
રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, દલીલ કરો નહીં તો ઈટાલિયન ભાષામાં અનુવાદ કરાવી આપું
પોતાના ભાષણમાં અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. અમિત શાહે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેમણે જો કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આવીને દલીલ કરો. નહીં તો ઈટાલિયન ભાષામાં પણ તેનો હું અનુવાદ કરાવી આપું.
મહારાષ્ટ્ર: 2 સૌથી મોટા મંદિર પર કંટ્રોલ મેળવવા શિવસેના-કોંગ્રેસ-NCPમાં જબરદસ્ત ખેંચતાણ
મમતા બેનરજીને લીધા આડે હાથ
મમતા બેનરજીના સતત વિરોધ પર તેમણે નિશાન સાધતા કહ્યું કે મમતા દીદી કહે છે કે તમારી લાઈનો લાગી જશે, તમારી પાસે પ્રુફ માંગવામાં આવશે. હું બંગાળમાં વસેલા તમામ શરણાર્થીઓને કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન સહન કરવું પડશે નહીં. તમને સન્માન સાથે નાગરિકતા આપવામાં આવશે. દીદીથી ડરવાની કોઈ જરૂર નથી. હું મમતા દીદીને કહેવા માંગુ છું કે બંગાળી ભાષી શરણાર્થી હિન્દુ, દલીતોએ તમારું શું બગાડ્યું છે. શું કામ તેમની નાગરિકતાનો વિરોધ કરી રહ્યાં છો?
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube